સ્વામી વિવેકાનંદનો જન્મ બ્રિટિશ ભારતના બંગાળ પ્રેસિડેન્સીના કલકત્તામાં ૧૨મી જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ થયો હતો. તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાંં આવ્યુ હતુંં. તેઓ શાળાના દિવસોથી જ તેજસ્વી વિદ્યાર્થી હતા.
સ્વામી વિવેકાનંદનો પરિવાર: તેમનાા પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા અને સામાજિક અને ધાર્મીક બાબતોમાંં તેમની ગણના પ્રગતિશીલ વ્યકતિમાં થતિ. તેમની માતા ભુનેશ્વરી દેવિ પવિત્ર સ્ત્રી હતા.
સ્વામી વિવેકાનંદના ઉછેરમાં બૌધ્ધિક પિતા અને ધાર્મીક માતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આથી શરૂઆતથી જ તેમની વૃત્તિ આધ્યાત્મિકતા તરફની હતી. તેઓ તેમની માતાનું એક વાક્ય કેહતા કે
સ્વામી વિવેકાનંદના ગુરુ: તેઓ તેમના ગુરુ, રામકૃષ્ણથી ખૂબ પ્રભાવિત હતા. ગુરુના માર્ગદર્શન નીચેની તાલીમ દરમ્યાન, નરેન્દ્રનું એક બેચેન, મુંઝાયેલા, અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન
થયું, જે ઇશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયાર હતો. તેમણે જાણ્યું કે બધા જીવો એ દૈવી સ્વયંનું મૂર્ત સ્વરૂપ છે અને માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે.
સ્વામી વિવેકાનંદે ૧૮૯૭
માં રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના
કરી. પશ્ચિમ વિશ્વમાં ભારતિય વેદાંત અને યોગ નો પ્રચાર
કરવામાં તેમનો મહત્વનો ફાળો છે. ૧૯ મી
સદીના અંત ભાગ દરમિયાન સ્વામી વિવેકાનંદે આંતરરાષ્ટ્રીય સંબંધ અંગે જાગૃતિ લાવી
અને હિન્દુ ધર્મને એક મોટા વિશ્વ ધર્મની સ્થિતિમાં લાવ્યા.તેમણે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં ૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે આપેલાં પ્રવચનની શરૂઆત " અમેરિકાના બહેનો અને ભાઇઓ..." કરી અને ભારતનેે સમગ્ર દુનિયા સામેે મજબુત રિતે રજુ કર્યુુુ.
સ્વામી વિવેકાનંદે પશ્ચિમ દેશોમાં હિન્દુ ધમૅનો પ્રચાર કરિ ભારત ના મહાન હિન્દુ સાધુ તરિકે પ્રસિધ્ધી મેળવી છે. તેમનો જન્મદિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે.
ચાલો આપણે સ્વામી વિવેકાનંંદના સુવિચાર જોઈએ જે મનુષ્યના જીવનમાં ઉત્સાહ અને આનંદ લાવી સફળતા મેળવવા માટે ઉપયોગી થાશે.
❝
ઉઠો, જાગો અને ધ્યેય
પ્રાપ્તિ સુધિ મંડ્યા રહો.
❝
પરાધીનતા દુ:ખ છે, સ્વાધીનતા સુખ છે.
❝
જેની પાસે શ્રેષ્ઠ વિચાર હોય છે તે
ક્યારેય એકલો રહી શકતો નથી.
❝
નિષ્ફળતાઓ જીવનનું સૌંદર્ય છે.
❝
સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે.
તેને સ્વીકારો.
❝
એક સારા ચરિત્ર નું નિમાર્ણ
હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે.
❝
દુનિયા તમને એ સમય સુધિ
ક્યારેય હરાવિ નથી શકતી,
જ્યાં સુધિ તમે ખુદ
તમારાથી હારી ન જાવ.
❝
ઈચ્છાશક્તિ દ્વારા
સઘળું કાર્ય સિદ્ધ થઇ શકે છે.
❝
જીવીએ ત્યાં સુધી શીખીએ.
❝
ખરાબ વિચારો ભૈતિક દ્રષ્ટિએ જોતા,
રોગના જંતુઓ છે.
❝
એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે.
❝
જ્યાં સુધી તમે તમારી જાત પર વિશ્વાસ ન કરો ત્યાં સુધી તમે ભગવાનમાં
વિશ્વાસ કરી શકતા નથી.
❝
ધ્યાન મૂર્ખોને સંતોમાં
ફેરવી શકે છે પરંતુ
કમનસીબે મૂર્ખો ક્યારેય
ધ્યાન નથી કરતા.
❝
સૌથી મોટુ પાપ એ
વિચારવું છે કે
તમે નબળા છો.
❝
દિવસમાં એકવાર તમારી સાથે વાત કરો,
નહીં તો તમે આ
દુનિયાની કોઈ શ્રેષ્ઠ વ્યક્તિને મળવાનું ચૂકી શકો છો.
❝
જાતે વિજય મેળવો અને
આખું બ્રહ્માંડ તમારું છે.
સ્વામી વિવેકાનંદ ધાર્મિક હિન્દુ સાધુ હતા.તેમણે લોકોને ભારતીય સંસ્કૃતિ અપનાવવા અને કર્મયોગના માર્ગ ઉપર ચાલવા વિનંતી કરી.
જુલાઈ ૪, ૧૯૦૨ ના બેલુર મઠ ખાતે વિવેકાનંદનુ અવસાન થયુ હતુંં.
That's really amazing collection about (swami vivekananda quotes in gujarati). Thanks for sharing. I really love it.
જવાબ આપોકાઢી નાખોThnx for sharing gujrati
કાઢી નાખો