❞આંખમાં અમી તેને દુનિયા સમી
જે સંબંધ મીઠો કે સારો કેળવી જાણે તે લોકવ્યવહાર સારો જાળવી શકે.
❞આંખ આડા કાન કરવા
નજર આગળ જાણી જોઈને ખોટું કામ થવા દેવું.
❞આંખની ગરજ પાપણે સારવાની છે
જેનું જે કામ હોય તે જ કરી શકે.
❞આંખ અને કાન વચ્ચે ચાર આંગળીઓનો ફેર છે
આપણી આંખે જોયેલું સાંભળેલા કરતા વધુ વિશ્વાસનીય હોય છે.
❞આંખ આંજી સેહવાય પણ ફુટી ન સહવાય
સભ્યતા ભરેલુંં જુઠું સહન થાય પણ ચોખ્ખે-ચોખ્ખુંં અપમાન સહન ન થાય.
❞આંખ ઊઠી ખમાય પણ ફુટી ન ખમાય.
ક્રોધ સહન થાય પણ સંબંધ તોડવો ન ખમાય.
❞આંખ મીંચાઈ ને નગરી લુંટાઈ
પોતાના જીવતા બધુ સલામત હોવું.
❞આંખનું આંજણ ગાલે ઘસ્યું
એવું કાર્ય થયું કે અપકીર્તિ જ મળે
❞આંખ ને પોપચાંંનો ભાર ન લાગે
જે ઉપયોગી છે તેની પ્રત્યે અણગમો ન હોવો જોઈએ.
❞આંખમાંં કમળો તે જગત પીળું જ દેખે
દેખીતિ રીતે અશક્તિમાન લાગે પરંતુ સ્વાર્થમાં સંપુર્ણ સજાગ હોય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો